ગુજરાત ભરમાં પાણીપુરી વેંચનારાઓને ત્યાં કાર્યવાહી
રાંદેર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા
અખાદ્ય પ્રદાર્થ મળી આવતા નાશ કરાયો
ગુજરાત ભરમાં પાણીપુરી વેંચનારાઓને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી અખાદ્ય પ્રદાર્થ મળી આવતા નાશ કરાયો હતો.
ગંદકી વચ્ચે બનતી પાણીપુરીને લઈ સુરતનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. ત્યારે સુરતમાં પણ કાર્યવાહી યથાવત હોય તેમ રાંદેર વિસ્તારમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો અને જાહેર રોડ પર દબાણ ઉભું કરી પાણીપુરી સ્ટોલ લગાવનારાઓને ત્યાં ચેકીંગ કરાયુ હતું જ્યાંથી અખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓ મળી આવતા નાશ કરાયો હતો. અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે આ અનહાઈજેનીક જગ્યાએ ખાવાનું ટાળે. લોકોમાં ખાણીપીણી જન્ય રોગનો વધારો જોવા મળે છે.
