સુરત શહેર અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં વાહનોની ચોરી
કિશોર સહિત ત્રણ વાહન ચોરોને 9 વાહનો સાથે પુણા પોલીસે પકડ્યા
ચિરાગ પપ્પુ ગુલાબરામ ભાર્ગવ અને જયદિપ ઘનશ્યામ ગોબરભાઈ મોર
સુરત શહેર અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરનાર કિશોર સહિત ત્રણ વાહન ચોરોને 9 વાહનો સાથે પુણા પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર દ્વારા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા આપેલી સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ ડીકે બોરાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિનેશ તથા સંજયને મળેલી બાતમીના આધારે સુરત શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરનાર ચિરાગ પપ્પુ ગુલાબરામ ભાર્ગવ અને જયદિપ ઘનશ્યામ ગોબરભાઈ મોર સાથે એક બાળ કિશોરને ઝઢપી પાડી તેઓ પાસેથી નવ ચોરાયેલા વાહનો કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
