લગ્નની લાલચ આપી યુવતી સાથે લાખોની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

લગ્નની લાલચ આપી યુવતી સાથે લાખોની ઠગાઈ
અડાજણમાં યુવતીનું શોષણ કરી લાખો પડાવનાર ઝડપાયો
મિલન સુરતીની અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

સુરતના અડાજણ વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવનાર આરોપી મિલન સુરતીને અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ શારીરિક સંબંધ બાંધવા અને ત્યારબાદ લાખો રૂપિયા પડાવવાના ગંભીર ગુનામાં સુરતની અડાજણ પોલીસે આરોપી મિલન રમણ સુરતીને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસ મથકમાં ભોગ બનનારને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે આરોપી મિલન સુરતીએ તેની પાસેથી ઓનલાઈન 11 લાખ 70 હજાર રૂપિયા, રોકડા 2 લાખ રૂપિયા અને 5 લાખની કિંમતનું 52 ગ્રામ સોનું મળી કુલ 18 લાખ 70 હજાર રૂપિયાની માલમત્તા મેળવી હતી. જે આજદિન સુધી પરત આપી નથી. હાલ તો અડાજણ પોલીસે નરાધમ મિલન સુરતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *