જહાંગીરપુરામાં હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
સુડા સંસ્કૃતિ આવાસમાં પોલીસના દરોડા,
જહાંગીરપુરા પોલીસે નશાના કારોબારનો કર્યો પર્દાફાશ
સુરતની જહાંગીરપુરા પોલીસે જહાંગીરપુરાના સુડા સંસ્કૃતિ આવાસમાં દરોડો પાડી હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી કાર્યવાહી દરમિયાન જહાંગીરપુરા પોલીસને સફળતા મળી હોય તેમ સુડા સંસ્કૃતિ આવાસમાંથી 1.15 લાખથી વધુની કિંમતના 33.060 ગ્રામ હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે જેનીશ ઉર્ફે જોખમ જ્યંતિ માહ્યાવંશીને ધઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી પોલીસે હાઈબ્રિડ ગાંજા સાથે મોબાઈલ સહિત 1 લાખ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપી ધર્મિક રાઠોડને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી.
