સુરત : લિંબાયત પોલીસેગેરકાયદેસર હથિયાર રાખનાર ઝડપાયો
પોલીસે માનસિંગ બહુઆ કડેબહાદુરસિંગ રાજપુતની ધરપકડ કરી
સુરતની લિંબાયત પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કારતુસ રાખનારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાથી લિંબાયત પી.આઈ. એન.કે. કામળીયા તથા સેકન્ડ પી.આઈ. સી.એસ. ધોકડીયાની ટીમના પી.એસ.આઈ. ડી.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ વિક્રમ તથા ગજેન્દ્રદાનએ બાતમીના આધારે ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ રાખનાર મુળ યુપીનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા માનસિંગ ઉર્ફે બહુઆ કડેબહાદુરસિંગ રાજપુતને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.