સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
કાર પાર્કિંગ જેવી બાબતને લઇ બે ઈસમ પર હુમલા
ઝઘડામાં ત્રણ ઈસમોએ બે ઈસમો પર હુમલો કર્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે ત્યારે વેસુ વિસ્તારમાં કાર પાર્કિંગ જેવી બાબતે થયેલા ઝઘડામાં ત્રણ ઈસમોએ બે ઈસમો પર હુમલો કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે હાલ વેસુ વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે. વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં કાર પાર્કિંગ જેવી નજીવી ઘટનાને લઈ થયેલા ઝઘડામાં ત્રણ જેટલા લોકોએ જાહેરમાં બે યુવાનોને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સુરત શહેરમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા હોય તે લાગી રહ્યુ છે ત્યારે હાલ તો સીસીટીવી સામે આવ્યા બાદ હવે પોલીસ આ અસામાજિક તત્વો સામે કડક પગલા લે તેવી માંગ ઉઠી રહી છે.