અરવલ્લીની 3 મહિલાઓ હતી પ્લેનમાં
કોઈ પતિ પાસે તો કોઈ દીકરાને મળવા જઈ રહી હતી
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પરિજનો સાથે કરી મુલાકાત
અમદાવાદથી લંડન જતી એક વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિમાનમાં અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓ મુસાફરી કરી રહી હતી. અકસ્માતના સમાચાર મળતા તેમના વતન વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે
અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં 12 મી મેના દીને બનેલ વિમાન દુર્ઘટના સમગ્ર દેશભરમાં હચમચાવી તેવી ઘટના બની છે ત્યારે AI 171 લંડન જતી ફ્લાઈટમાં 242 જેટલા યાત્રીઓ સાથેનું ફ્લાઇટ ટેકઓફના 5 મિનિટમાં પ્લેન ક્રેશ થયું હતું.જેમાં 270 થી વધુ પ્લેન માં સવાર યાત્રીઓ સહિત અન્ય લોકોના પણ નિધન થયા છે .લંડન જતા પ્લેનમાં સવાર અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા યાત્રીઓમાં નિધન થતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમીતીના આગે વાનો અને કાર્યકરોએ પરિજનો સાથે મળીને શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર,પૂર્વ ધારાસભ્ય રાજુભાઇ ઠાકોર, હુસેનભાઇ ખાલક સહિતના કોંગ્રેસ કાર્યકરો ખાનજી પાર્કમાં રહેતા પરિવારની દીકરી નુસરતબાનુ જેથરાના દુઃખદ નિધનને લઈ સાંત્વના પાઠવી હતી.