માંગરોળમાં ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી
37 મતદાન મથકો પર 22 જૂને મતદાન
21 પંચાયતના પ્રિસાઇડિંગ ઓફિસર્સને તાલીમ અપાઈ
માંગરોળ કે આઈ મદ્રેસા સંચાલિત સેન્ટ્રલ હોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તાલીમ યોજાઈ..
તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે કે આઇ મદરેસા ટ્રસ્ટ સંચાલિત સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય, વિભાજન તથા પેટા ગ્રામ પંચાયત ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫ નાં રોજ યોજાવાની છે. જેમાં અત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતો કુલ ૧૧ પૈકી ઘોળીકુઇ ગૃપ ગ્રામ પંચાયત બિન હરીફ થયેલ છે તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ ૧૦ પૈકી વાંસોલી ગ્રામ પંચાયત બિન હરિફ થયેલ છે. પેટા ચૂ્ંટણી ગ્રામ પંચાયતો કુલ ૧૧ પૈકી ૪- ગ્રામ બિન હરિફ અને ૫- ગ્રામ પંચાયતની બેઠક ખાલી રહેલ છે. આમ, કુલ ૩૨-ગ્રામ પંચાયતો પૈકી ૨૧-ગ્રામ પંચાયતોની ચૂ્ંટણી ૩૭-મતદાન મથકોમાં થનાર છે જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસર,પોલીંગ સ્ટાફની તાલીમ કે આઇ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, રાજેન્દ્રસિંહ વાસદીયા, ઉપેન્દ્ર સિંહ ગભાણીયા દ્વારા ગામ પંચાયત ચૂંટણીની મત પેટી, વિવિધ પરબીડિયા, મતપત્રો , વગેરે જેવી બાબતોની ખુબ સુંદર સમજ આપેલ હતી તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી પ્રિતમભાઈ પરમાર સતિષભાઈ ગામીત રજનીકાંત ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી, જીગ્નેશ ભાઈ તથા મદદનીસ ચૂંટણી અધિકારીઓ હાજર રહેલ હતા…