સુરતમાં નવરાત્રિમાં વરસાદ સાથે હવે પવનનો કહેર
ઓપન ગરબા પંડાલમાં ભારે તારાજી, સિવિલ હોસ્પિટલના
પંડાલમાં મંડપ ઉડ્યો; 10 વૃક્ષો ધરાશાયી
નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે સોમવારે ભારે પવન ફુંકાતા નવી સિવિલમાં આવેલ ગ્રાઉન્ડ પરનો મંડપ પવનમાં ઉખડી પડ્યો હતો.
સુરત શહેરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પરિસરની નવરાત્રી પવનમાં ઉડી હોય તેમ ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થયો હતો. અને ગ્રાઉન્ડ કવર કરાયેલ શેડ પવનમાં ઉડ્યા હતા સાથે થાંભલા ઊખડી નીચે પડ્યા હતાં. ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવનએ બાધા નાખી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતાં. અને ભારે પવનના કારણે લાઈટ મંડપ ખુરશીઓ ઉડી ગઈ હતી. તો ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઈટિંગ ઓપન તૂટી ગઈ હતી. તો ડીજે સાઉન્ડ ને પણ ભારે નુકશાન થયુ હતું.
