સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુનુ ભ્રુણ મળી
નવજાત બાળકીનુ ભ્રુણ મળી આવતા પોલીસ દોડી ગઈ
હોસ્પિટલના સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમપસમાં બાળક વિભાગની બિલ્ડીંગના પહેલા માળેથી નવજાત બાળકીનુ ભ્રુણ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુનુ ભ્રુણ મળી આવ્યુ હતું. કોઈ માતાએ પોતાનો પાપ છુપાવવા સિવિલ હોસ્પિટલના બાળક વિભાગની બિલ્ડીંગમાં પહેલા માળે નવજાત બાળકીનુ ભ્રુણ મુકી દીધુ હોય જે અંગે પોલીસન જાણ થતા તાત્કાલિક ખટોદરા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સાથે સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
