ભાજપના ધારાસભ્યને ફરી યાદ આવ્યા દારૂના અડ્ડાઓ.

Featured Video Play Icon
Spread the love

ભાજપના ધારાસભ્યને ફરી યાદ આવ્યા દારૂના અડ્ડાઓ.
ચાંદખેડામાં કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવદેન.
”ક્યાંય દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું તમારી સાથે આવીશ’

ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનાતા રેડ કરનાર અલ્પેશ ઠાકરો છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતો. જોકે ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યો છે. દારૂના અડ્ડાઓ મામલે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે, જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ.

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્ટેજ પરથી હુંકાર કર્યો હતો કે, જો વિસ્તારમાં કોઈપણ ગરીબ કે સામાન્ય વ્યક્તિને અસામાજિક તત્વો હેરાન કરતા હોય, રંજાડતા અથવા હપ્તાખોરી કરતા હોય તો મને કહેજો હું પાછો નહીં પડું. ક્યાંય પણ જો દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે આવીશ. મારું નામ ક્યાંય પણ ચાલતું હોય તો હું આવીશ. મને ખબર જ ન હોય તો હું કેવી રીતે કાર્યવાહી કરું. જેથી મને જાણ કરજો હું જાતે તમારી સાથે આવીશ. ધુમાં તેમણે કહ્યું હતું કે, એક કાર્યકર્તાએ મને કહ્યું તો હું જાતે ગાડી ચલાવીને ગયો હતો. જેથી મને કહેજો હું જાતે એકલો આવીશ. તમારા ઘરની બાજુમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને તમે એવું માનતા હોય કે મારે શું? તો એવું ના માનતા કારણ કે આ ઝેર તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે. જેથી કોઇપણ અસામાજિક પ્રવૃત્તિ તમારા ઘરની બાજુમાં ચાલતી હોય તો જાણ કરજો. દરેકને વ્યસન મુક્ત જમાઈ જોઇએ છે, પરંતુ કોઇને વ્યસન મુક્ત જમાઈ આપવો નથી. જેથી આપણા નબીરાઓનું પણ ધ્યાન રાખજો.

વધુમાં જણાવ્યું હતું કે મારી માત્ર રોડ, પાણી, ગટર અને લાઈટ માટેની જવાબદારી નથી. તમારા જાનમાલના રક્ષણની પણ મારી જવાબદારી છે. કોઈપણ અસામાજિક તત્વો જો હેરાન કરતા હોય તો મને ધ્યાન દોરજો. મને બધી ખબર ના હોય. તમારે મારૂં ધ્યાન દોરવાનું હોય. ભાજપનો દરેક કાર્યકર રાષ્ટ્રવાદને ભરેલો છે. જેથી જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દરેક લોકોએ કટિબદ્ધ થઈને કામ કરવું જોઇએ. જોકે, આ દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ પણ છલકાયું હતું. ચાંદખેડા વોર્ડમાં કેટલાક ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે ગણકારતા નથી. ભાજપના સંગઠનના કેટલાક નેતાઓ પોતાની મનમાની રીતે પાર્ટીમાં કામ કરતા હોય છે તેમજ આંતરિક ઝઘડા અને કામગીરી પણ યોગ્ય નથી. જેથી આ તમામ બાબતે તેઓએ મીઠી ટકોર કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આપણે એકને ગમતા હોઇએ બીજાને ગમતા પણ ના હોઇએ. પરંતુ જે નારાજગી હોય તો તે નારાજગીનું કારણ જાણીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો પડે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *