નડિયાદમાં કાર પર નકલી નંબર પ્લેટ લગાવવી ખેડાના યુવકને ભારે પડી!
હાર્ટ હોસ્પિટલ પાસે પોલીસે નકલી નંબર પ્લેટ વાળી કાર પકડી.
નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
નડિયાદ પશ્ચિમ પોલીસે હાર્ટ હોસ્પિટલ પાસે એક કાર ઝડપી જેમાં લગાવેલી નંબર પ્લેટ આધારે તપાસ કરતા નંબર પ્લેટ ખોટી હોવાનું માલૂમ પડ્યુ હતુ. આથી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા મનપસંદ નંબર લેવાના હોવાથી આરટીઓ જેવી નકલી નંબર પ્લેટ લગાવી
નડિયાદમાં નકલી નમ્બર પ્લેટ લગાડવાના બનાવ અંગે પોલીસે કાર માલિક અને નંબર પ્લેટ બનાવી આપનાર સામે ફરિયાદ નોંધી છે. નડિયાદ પશ્ચિમ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી.આ દરમિયાન શહેરના હાર્ટ હોસ્પિટલ સામે એક કાર ઉભી હતી અને તે કારની નંબર પ્લેટ પોલીસે શંકાસ્પદ લાગી હતી. આથી પોલીસે કારની તપાસ કરતા કારમાં એક શખ્સ સવાર હતો.જે બાદ પોલીસે કારના કાગળો માંગતા ન હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે કારની નંબર પ્લેટ આધારે તપાસ કરતા કોઇ રેકોર્ડ મળી આવ્યો ન હતો.આ બાદ પોલીસે અટકાયત કરેલ અર્પીલ યાદવની પ્રાથમિક પૂછપરછ કરતા મનપસંદ નંબર લેવાનો હોવાથી આરટીઓ માન્ય જેવી નંબર પ્લેટ નડિયાદ સંતરામ મંદિર પાછળ આવેલા મિલાપ આર્ટની દુકાને બનાવડાવી લગાવી હોવાની કેફિયત રજૂ કરી હતી.
બનાવ અંગે પોલીસે અર્પીલ કમલકાંત યાદવ રહે મજૂરગામ અને કમલભાઇ રતિલાલ ગાંધી મીલાપ આર્ટ નામની દુકાન માલિક સામે ફરિયાદ નોંધી છે. અને વધુ તપાસ હાથ ધરી છે… કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી