બનાસકાંઠામાં જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ.
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ ગામને મળ્યા નવા સરપંચ.
જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું.
ઉત્તર ગુજરાતની 2138 ગ્રામ પંચાયતોમાંથી 1599 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તા.22 જૂને બેલેટ પેપરથી મતદાન થવાનું છે. ત્યારે બનાસકાંઠાના જોઇતા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં ગામને નવા સરપંચ મળ્યા છે. વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે. મંજુલાબા ચાવડાની સરપંચ અને મનીષાબા ચાવડાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદરો અંદર કલેશ વધવાની સાથે વાતાવરણ તંગ બની જતું હોય છે. જેથી રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થાય અને સૌ ગ્રામજનો ભેગા મળી સમરસ સરપંચ સહિત સભ્યોને ચૂંટી કાઢે તે માટે સમરસ ગ્રામ પંચાયતોને વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો જે હજુ પણ અમલી છે. રાજ્ય સરકારે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમરસના કિસ્સામાં ગ્રામ પંચાયતોની વસ્તીના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 હશે અને ત્યાં સમરસ પંચાયત થાય તો 3 લાખ અને 5000 થી વધુ વસ્તીના કિસ્સામાં 4.50 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બનાસકાંઠાના જોઇતા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં ગામને નવા સરપંચ મળ્યા છે. વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે. મંજુલાબા ચાવડાની સરપંચ અને મનીષાબા ચાવડાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે.
મહિલા સમરસના કિસ્સામાં વસ્તી પ્રમાણે છે 4,50,000 અને 27,50,000 સુધીની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે બાયડના અપક્ષ ધારાસભ્યએ જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને વિકાસના કામ માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 10 લાખ આપવાની જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતમાં વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સદસ્યો મેદાનમાં આવ્યા છે. ઉત્તર ગુજરાતની 1599 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવવાની છે અને કેટલીક ગ્રામ પંચાયતોમાં ક્યારેય પણ ચૂંટણી યોજાઈ નથી. તેને જોતાં હાલના તબક્કે ઉત્તર ગુજરાતની 15 જેટલી ગ્રામ પંચાયતો તા. 11 જૂને સમરસ જાહેર થઈ શકે છે, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ છે. આ સંજોગોમાં ગ્રામજનો દ્વારા જો સમરસ પંચાયત બનાવવામાં આવે તો પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રથમ વખત તેમજ બીજી અને ત્રીજી વખત સમરસ ગ્રામ પંચાયતો બને તો તેના માટે પ્રોત્સાહક અનુદાનની રકમ જાહેર કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી