સુરતમાં 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો
ડ્રગ્સ સાથે સુફીયાન ઉર્ફે શીબુ હુસૈન શેખની ધરપકડ
અગાઉ પણ, દદારૂના કેસમાં ઝડપાયો હતો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાંથી બાઈક પર પસાર થનારને ઝડપી પાડી તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં જહાંગીરપુરા શરણમ રેસીડેન્સી સામે સ્વસ્તિક વિલા પાસેથી બાઈક પર પસાર થતા મુળ મહારાષ્ટ્રના ઓરંગાબાદનો અને હાલ જહાંગીરપુરા ખાતે આવેલ મનપા આવાસમાં રહેતા સુફીયાન ઉર્ફે શીબુ હુસૈન શેખને આંતરી તેની ઝડતી લેતા તેની પાસેથી 12.95 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી તેની ધરપકડ કરી એમ.ડી. ડ્રગ્સ, મોપેડ, મોબાઈલ અને રોકડ સહિત 13 લાખ 30 હજારથી વધુની મત્તા પોલીસે કબ્જે કરી હતી જ્યારે તેને એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર તથા એમડી ડ્રગ્સ મંગાવનાર ભાગાતળાવ ખાતે રહેતો રીઝવાન ઉસ્તાદ બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરાયા હતાં. હાલ તો એસઓજીએ આરોપીનો કબ્જો જહાંગીરપુરા પોલીસને સોંપતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે.