ભાવનગર વિક્ટોરિયા પાર્ક પાછળ દંપતી પર હુમલો
હુમલો કરી લૂંટ ચલાવનાર બંને આરોપીનું રી કન્સ્ટ્રક્શન કરાયું
આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો
ભાવનગર શહેરમાં રહેતો યુવાન તેની ભાવિ પત્નીની લઈને તાજેતરમાં ફરવા ગયો હોય એ દરમ્યાન વિક્ટોરિયા પાર્ક પાછળ બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી યુવક-યુવતી પાસેથી રોકડ, દાગીના,મોબાઈલની લૂંટ ચલાવી હતી આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં ગતરોજ બંન્ને હુમલાખોર શખ્સો ઝડપાઈ જતાં પોલીસે આજે બંન્ને શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતો મનદિપ દિલીપ યાદવ તને વાગ્દત્તા દિશા અશોક ડાભીને લઈને તાજેતરમાં ફરવા ગયો હતો અને આ કપલ વિક્ટોરિયા પાર્ક પાછળ પહોંચતા આ સ્થળે હાજર વિપુલ જીવરાજ યાદવ ઉંમર વર્ષ ૨૬ તથા હરેશ ઉર્ફે વિજય ભૂપત રાઠોડ ઉંમર વર્ષ ૨૮ એ મનદિપ પર છરી વડે હુમલો કરી રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી અને દિશાને ધક્કો મારી તેની પાસેથી પણ રોકડ, દાગીના તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત મનદિપને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ પણ તે સારવાર હેઠળ છે ત્યારે બંન્ને હુમલાખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે ગતરોજ બંન્ને હુમલાખોરોને ઝડપી લઇ આજરોજ તેમને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. અને બંન્ને શખ્સો પાસેથી લૂંટનો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે લૂંટ-હુમલાનાઆ બનાવને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને બંને શખ્સોને દાખલારૂપ સજા કરવા માંગ કરી છે….
