રાજકોટ મેયરના ગેરકાયદે બાંધકામ મામલે કલેક્ટરનું નિવેદન

Featured Video Play Icon
Spread the love

રાજકોટ મેયરના ગેરકાયદે બાંધકામ મામલે કલેક્ટરનું નિવેદન
શ્રી સરકારની જમીન હોવાથી સોસાયટી સૂચિત શ્રેણીમાં
સરકારના નિયમો મુજબ બાંધકામ થઈ શકે છે રેગ્યુલરાઇઝ

શિસ્ત અને સંસ્કારથી કામ કરવાની નીતિ છાપ ધરાવતી ભાજપ પાર્ટીની સ્થિતિ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કંઈક અલગ જ જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના અઢી વર્ષના કાર્યકાળમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર સૌથી વધુ વિવાદોમાં રહ્યા છે

રાજકોટમાં મહિલા મેયર નયનાબેન પેઢડિયાને આંતરિક જૂથવાદ વધુ નડ્યો હોય તેમ જણાય છે, પછી ભલે તે તેમનો મહાકુંભનો પ્રવાસ હોય કે તેમના પતિ દ્વારા થયેલું ગેરકાયદે બાંધકામ. રાજકોટ ભાજપમાં વ્યાપેલો આ આંતરિક જૂથવાદ આગામી ચૂંટણીમાં પાર્ટીને કેટલો ભારે પડશે, તે તો સમય જ કહેશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપના વર્તમાન શાસકોનો કાર્યકાળ 11 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે, છેલ્લા અઢી વર્ષ દરમિયાન મેયર નયના પેઢડિયા સહિતના મહિલા કોર્પોરેટરો સતત વિવાદોમાં રહ્યા છે. ખાસ કરીને મેયરનો મહાકુંભ પ્રવાસ અને તેમના પતિ દ્વારા થયેલું ગેરકાયદે બાંધકામ છેલ્લે સુધી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. મેયરના ગેરકાયદે બાંધકામ મામલે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં શ્રી સરકારની જમીન હોવાથી સોસાયટી સૂચિત શ્રેણીમાં છે જેથી સરકારના નિયમો મુજબ બાંધકામ થઈ શકે છે રેગ્યુલરાઇઝ પરંતુ વર્ષોથી નવા બાંધકામ પર પ્રતિબંધ હોવા છતાં, કોઈ પણ પ્રકારના માર્જિન છોડ્યા વગર બાંધકામ કરાતું હોવાનું ખુલતા મેયર વિવાદમાં આવ્યા હતા. જોકે તેમણે નિયમ મુજબ બાંધકામ થતું હોવાનો લૂલો બચાવ કર્યો હતો. છતાં મામલો મીડિયામાં આવતા ટીપી શાખા દ્વારા 260-1ની નોટિસ આપી આ બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું.

તાજેતરમાં મળેલી સંકલન બેઠકમાં મેયર નયનાબેન પેઢડિયાએ માત્ર મહિલા કોર્પોરેટરોનો આભાર માનતા પુરુષ કોર્પોરેટરો રોષે ભરાયા હતા. જોકે ત્યાં દિગ્ગજોની હાજરીના કારણે વધુ એક વિવાદ અટક્યો હતો. આ સિવાય શાસક પક્ષના નેતાએ કરેલી દ્વારિકા અને સોમનાથ જાત્રા પણ વિવાદમાં આવતા લીલુબેન મીડિયા સમક્ષ ભાવુક થયા હતા. તો વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પતિદેવોએ આવાસ ફાળવણીમાં કૌભાંડ કર્યાનું ખુલતા બંને નગરસેવકોને તો પક્ષે સસ્પેન્ડ કરવા પડ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *