સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
વરાછા ખાતે પતરાના શેડમાં બનાવાયેલ ટાયરના ગોડાઉનમાં આગ
ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો શરૂ કરી આગ પર કાબુ લીધો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે મોટા વરાછા ખાતે પતરાના શેડમાં બનાવાયેલ ટાયરના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી. ટાયરના ગોડાઉનમાં આગ લાગતા બાજુમાં રમકડાની દુકાન પણ આગની ચપેટમાં આવી હતી. તો શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. એક દુકાનમાં લાગેલી આગ બાજુની ત્રણથી ચાર દુકાન પ્રસારી  ગઈ હતી જેને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતાં ફાયરની પાંચથી સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમતે ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *