સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષીય બાળકનું કીડની ફેલ થતા મોત
તાવની સારવાર લઈ રહેલા 7 વર્ષીય બાળકનું કીડની ફેલ થતા મોત
પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર આક્ષેપો
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તાવની સારવાર લઈ રહેલા 7 વર્ષીય બાળકનું કીડની ફેલ થતા મોત નિપજતા પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં.
સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સામે એક માસુમ બાળકના મોતને લઈ આક્ષેપો કરાયા હતાં. વાત એમ છે કે સુરતના પાંડેસરા ખાતે આવેલ દત્ત કુટીરમાં રહેતા પરિવારને ત્યાં વતનથી સાત વર્ષના બાળક રહેવા આવ્યો હતો. જે બાળકને તાવ આવતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેને ઈન્જેકશનનો ઓવરડોઝ આપી દેવાતા સાત વર્ષના માસુમની હાલત લથડતા તેને નવી સિવિલ હોસ્પિટલના જ આઈસીયુમાં દાખલ કરાયો હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા. તો પરિવારજનોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે બાળકને 15 દિવસથી તાવ આવતુ હોય અને નવી સિવિલમાં દાખલ હોય જેને ઈન્જેકશનના ઓવરડોઝ અપાતા તેની કિડની ફેઈલ થઈ જતા મોત નિપજ્યુ હોવાના આક્ષેપો કર્યા હતાં. અને તાવા કારણે કીડની ફેલ કેવી રીતે થઈ તેવો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરાયો હતો. હાલ તો બાળકના મોતનુ સાચુ કારણ તો પોલીસ તપાસમાં જ બહાર આવશે તેમ છે.
——–