સુરતમાં રેપના આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
પોલીસે સુરેન્દ્ર બેની ગોપાલ પારીખની ધરપકડ કરી
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
સુરતના ખટોદરા પોલીસે રેપના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ખટોદરા પોલીસ એ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ તારીખ 25 /3 / 2025 ના રોજ આરોપી સુરેન્દ્ર પારેખની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તારીખ 22 /3 / 2024 થી આજ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ બહાના બનાવી ખર્ચા પેટે અલગ અલગ સમયે રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે શારીરિક અડપલા કરી શારીરિક સંબંધ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને શારીરિક સંબંધ ના વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અલગ અલગ બેંક ખાતામાં અને યુપીઆઈ થી 14,75,000 થી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લગ્ન ન કરી સગાઈ કરી હતી. જેથી ફરિયાદીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરેન્દ્ર બેની ગોપાલ પારીખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.