સુરતમાં કારમાં આગની ઘટનાઓ વચ્ચે બીએમડબ્લ્યુ કારમાં આગ
ડિંડોલી ખરવાસા રોડ પર બીએમડબ્લ્યુ કારમાં આગ લાગતા ભાગદોડ મચી
કારમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો
સુરતમાં કારમાં આગની ઘટનાઓ વચ્ચે બીએમડબ્લ્યુ કારમાં આગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ડિંડોલી ખરવાસા રોડ પર બીએમડબ્લ્યુ કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી જો કે કારમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતમાં ભયજનક બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ગણતરીના દિવસોમાં બીજવાર બીએમડબ્લ્યુ કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પર બની છે, જ્યાં એક મોંઘીદાટ બીએમડબ્લ્યુ કાર શોર્ટ સર્કિટના કારણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. ડીંડોલી તરફથી ખરવાસા રોડ પર જઇ રહી હતી. દરમિયાન કારના ઇલેક્ટ્રિક સિસ્ટમમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો, જેના પગલે કારમાં આગ લાગી ગઈ. આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી અને થોડી જ ક્ષણોમાં કારને ઘેરી લીધી હતી. આગ લાગતા કારનો ડ્રાઇવર સતર્કતાથી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયો, જેના કારણે કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને વધુ ફેલાતી રોકવા માટે ફાયર ફાઈટર્સે તત્કાળ કામગીરી હાથ ધરી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીએમડબ્લ્યુ જેવી વિલાસિતાપૂર્ણ કારનું આ રીતે આગમાં બળી જવું એક મોટો આર્થિક નુકસાન છે. તો નજરે જોનારે કહ્યુ હતુ કે કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે.