સુરતના કાપડ બજારમાં મોટી છેતરપિંડીનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપડ બજારમાં મોટી છેતરપિંડીનો પર્દાફાશ
વેપારી સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી
જયદીપ ઉર્ફે વિજય જગદીશભાઇ સોની નામના આરોપીને ઝડપ્યો

સુરતના કાપડ બજારમાં મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, જ્યાં એક વેપારી સાથે લગભગ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સારોલી પોલીસે આ મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી એક આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, સારોલીના શ્રીકુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં ‘શ્રી અરહમ સિલ્ક મિલ્સ’ નામે વેપાર કરતા વિજીત ચંદનકુમાર શાહને ટાર્ગેટ બનાવી આ ગોઠવણબદ્ધ છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓએ દલાલ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં, આ ટોળકીએ કુલ 39 લાખ 93 હજારથી વધુની કિંમતનો માલ મંગાવી પેમેન્ટ કર્યા વગર દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર મામલે સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ સારોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી જયદીપ ઉર્ફે વિજય જગદીશભાઇ સોની નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે આ કેસનો મુખ્ય સૂત્રધાર અને દલાલ અમીત ટોલરામભાઇ ગુરનાની હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા સઘન શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ શાતિર હતી—પ્રથમ વિશ્વાસ કેળવવો અને પછી મોટા પાયે માલ મંગાવી છેતરપિંડી કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *