તાપીમાં “સન્માન સમારંભ” કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

તાપીમાં “સન્માન સમારંભ” કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં 17 જેટલાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

 

ગંગા સમગ્ર તાપી પ્રાંતની તા. 29 જૂન 2025 રવિવારના સૂચિત “સન્માન સમારંભ” કાર્યક્રમ માટે આયોજનની મિટિંગ તા.08 જૂન 2025 રવિવાર સિનિયર સિટીઝન હોલ રંગ ઉપવન સોનગઢ ખાતે સંપન્ન થઈ.

આગામી 29 જૂનના રોજ ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા તાપી જિલ્લાના પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, પ્રાકૃતિક ખેતી, પ્લાસ્ટિક અવેરનેસ, જળ સંચય જેવા વિષયલક્ષી નિઃસ્વાર્થ સેવાપ્રવૃતી કરનાર મહાનુભાવોના સન્માન સમારંભ હેતુ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવાની આયોજનની મિટિંગમાં 17 જેટલાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. *ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓની સકારાત્મક સંકલનમાં ચર્ચા વિચારણા બાદ કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમ નું સ્થળ, થનાર ખર્ચ, ભંડોળ એકત્રીકરણ, સાહિત્ય વ્યવસ્થા, આમંત્રિત મહેમાનોની યાદી સાથે જ કાર્યક્રમને આખરી ઓપ આપી કાર્યક્રમ સફળ બનાવવા વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *