ઘરના ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરતા માર માર્યો
સુરતમાં બુટલેગર અને તેના સાગરીતોનો આતંક
મહિલાઓને લાકડાની ફેંટ મારી ફેંકી, પુરુષોની કરી ધોલાઈ
સુરતમાં બુટલેગરોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે મહિધરપુરા ડાંગી શેરીમાં ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને કહેવા ગયેલા પરિવાર પર બુટલેગરો હુમલો કર્યો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેગરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં ઘણા સમયથી બુટલેગરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે મહિધરપુરા ડાંગી શેરીમાં બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો હતો. વાત એમ છે કે મહિલાના ઘરની બહાર બેસી ધવલના દારૂના અડ્ડા પર દારૂ પીવા આવેલા લોકો દારૂ પી રહ્યા હતા ત્યારે મહિલાને બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુએ બેસવા જણાવ્યું હતું જેથી બુટલેગર ધવલએ દારૂ પીવા આવતા માણસોને શું કામ બોલે છે કહીને મહિલા સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી કર્યા બાદ બુટલેગર ધવલે મહિલા સહિત તેના પરિવાર હુમલો કર્યો હતો. મહિલાના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી માથાભારે બુટલેગર ધવલ રાણા ને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.