સુરતમાં ચપ્પુના ઘા મારી હત્યા કરનાર આરોપીને મહિધરપુરા પોલીસે ઝડપ્યો
સહારા દરવાજા બ્રિજ નીચે જુના ઝઘડાની અદાવતમાં કર્યો હતો હુમલો
રિક્ષા ડ્રાઈવર આકાશ આનંદ સોનવણેને ઝડપ્યો
સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે જુના ઝઘડાની અદાવતમાં યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે.
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ મહિધરપુરા પોલીસ મથકની હદમાં સહારા દરવાજા બ્રિજ નીચે જુના ઝઘડાની અદાવતમાં રાજ નામના યુવાનની હત્યા કરાઈ હતી જે હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા મહિધરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને હ્યુમન રીસોર્સ તથા બાતમીદારો પાસેથી માહિતી મેળવી મહિધરપુરા પોલીસે હત્યારા એવા મુળ મહારાષ્ટ્ર જલગાંવનો અને હાલ ઉધના અમૃતનગર ખાતે રહેતા રિક્ષા ડ્રાઈવર આકાશ આનંદ સોનવણેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
