ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમની વાત કરતી ફિલ્મ “આવવા દે”
ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મ મેકર જશવંત ગંગાણીએ કર્યું
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ “આવવા દે” ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ય કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કરએ સંભાળ્યું છે.
હવે ગુજરાતી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્યારે યુવા પ્રેમની સંગીતમય સફર એવી આવવાદે ફિલ્મ આવી રહી છે. તો આ અંગે પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુમ્પલ પટેલની જોડી છે, સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસેના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટિટ્યુડનો સામનો પ્રેમ સાથે થાય છે, ત્યારે કોણ જીતે ? આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે. ફિલ્મનું મુખ્યપાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઈટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી, જ્યારે કુમ્પલ પટેલએ બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાનામોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી.
વધુમાં જણાવ્યું હતુ કે અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમજ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે. આ ફિલ્મના પાત્રો જૈમિન પંચમતીયા એટલે કે પરીક્ષિત અને જાહ્નવી દેસાઈ એટલે કુમ્પલ વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે. જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર જાની ફિલ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈય્યાર છો તો આવવા દો.
