દિલ્હીથી વૃંદાવન સુધીની સનાતન હિન્દુ એકતા પદયાત્રા
વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરના દર્શન બાદ 16 મી નવેમ્બરે સમાપન
સુરતની સેવાભાવી એનજીઓના આશુતોષ મિશ્રા પણ જોડાયા
દિલ્હીથી વૃંદાવન સુધીની સનાતન હિન્દુ એકતા પદયાત્રાનું નેતૃત્વ બાગેશ્વર ધામ પીઠના વડા આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કરી રહ્યા છે. દિલ્હીમાં હજારો અનુયાયીઓને સંબોધતા, આધ્યાત્મિક ગુરુએ સનાતન હિન્દુઓમાં એકતાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ પદયાત્રા માત્ર ધાર્મિક ભક્તિનું પ્રતીક નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીની બાગેશ્વર ધામની પદયાત્રા 7 નવેમ્બરે શરૂ થઈ હતી. આ યાત્રા દિલ્હીના છતરપુરથી શરૂ થઈ હતી. વૃંદાવનમાં શ્રી ઠાકુર બાંકે બિહારી મંદિરની મુલાકાત લીધા બાદ 16મી નવેમ્બરે પદયાત્રાનું સમાપન થશે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ‘હિન્દુ રાષ્ટ્ર’ અને ‘સનાતન હિન્દુ એકતા’ માટે દિલ્હીથી વૃંદાવન સુધીની પદયાત્રા હાથ ધરી છે. લાખો શ્રદ્ધાળુઓ એકસાથે પદયાત્રામાં જોડાયા છે. ૧૫ નવેમ્બરના રોજ અનેક સેલિબ્રિટીઓ પણ પદયાત્રામાં જોડાયા હતા. ભાજપના સાંસદ અનુપમ ખેર, અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને સાંસદ અરુણ ગોવિલ ઉપરાંત, અનેક ફિલ્મ સ્ટાર્સ પણ પદયાત્રામાં જોડાયા હતા, જેમાં સુરતના એક સેવાકીય એનજીઓના આશુતોષ મિશ્રા પણ જોડાયા છે. આ સનાતન હિન્દુ એકતા પદયાત્રા દરમિયાન મથુરા પહોંચેલા બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાષ્ટ્રવિરોધીઓને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમને “વંદે માતરમ” અને “રામ નામ” થી સમસ્યા છે તેમણે લાહોર જવું જોઈએ, જો તેમની પાસે ટિકિટ માટે પૈસા નથી, તો તેઓ પૈસા ઉધાર લે… પરંતુ આવા બધા લોકોએ લાહોર જવું જોઈએ; ભારતમાં તેમનું કોઈ સ્થાન નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીની બાગેશ્વર ધામની પદયાત્રા ૭ નવેમ્બરના રોજ શરૂ થઈ હતી. દિલ્હીના છતરપુરમાં યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા તારીખ ૧૬ નવેમ્બરના રોજ વૃંદાવનમાં શ્રી ઠાકુર બાંકે બિહારી મંદિરના દર્શન કરી સમાપ્ત થશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી સ્પષ્ટતા કરી છે કે તેમને દેશમાં રહેતા મુસ્લિમો સાથે કોઈ વાંધો નથી. સમસ્યા એ લોકો સાથે છે જેઓ વંદે માતરમ બોલવામાં, રામનું નામ લેવા અને તેમની કૂચ કરવા સામે વાંધો ઉઠાવે છે, અને જેઓ રાષ્ટ્રવિરોધી છે. આવા બધા લોકોએ લાહોર જવું જોઈએ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અહીં નોંધનીય છે કે મોટી સંખ્યામાં લોકો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની યાત્રામાં હાજરી આપી રહ્યા છે અને તેમને સમર્થન મળી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિંદ ટીવી
