સુરત : ચોરીના ગુનામાં ફરાર રીઢાને સુરત રેલ્વે પોલીસે પકડી પાડ્યો
સુનિલ રાજેશ વાઘરીની પોલીસે ધરપકડ કરી
સુરત રેલ્વે પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાને સુરત રેલ્વે પોલીસ અને જીઆરપીની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તહેવારો સમયે રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ રહેતી હોય છે ત્યારે મોબાઈલ સહિતની ચોરીની ઘટનાઓ પણ વધતા રેલ્વે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશનો પર પેટ્રોલિંગ વધારી દેવાયુ છે ત્યારે સુરત રેલ્વે પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશન પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર એવા મુળ મહેસાણાનો અને હાલ અમરોલી ખાતે રહેતા સુનિલ રાજેશ વાઘરીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મોંઘોદાટ મોબાઈલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
