સુરતના ઉધના વિસ્તારમાં આપઘાતની ઘટના બની
બિલ્ડિંગ પરથી અજાણ્યા ઈસમે આપઘાત કરતા ચકચાર મચી
ઈસમ રેસિડેન્સીની લિફ્ટમાં એકલો આવતો સીસીટીવીમાં કેદ
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ઉધના હરીનગર ત્રણ પાસે એક બિલ્ડિંગ પરથી અજાણ્યા ઈસમે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી ઉધના વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ હરી નગર ત્રણ ખાતે શુભ રેસિડેન્સીમાં પરથી એક અજાણ્યા ઈસમે પટકાઈ આપઘાત કરી લીધો હતો. તો અજાણ્યો ઈસમ રેસિડેન્સીની લિફ્ટમાં એકલો આવતો સીસીટીવીમાં કેદ થયો હતો. તો આપઘાતની ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
