સુરતમાં એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો
પોલીસે 3 લાખથી વધુની મત્તા કબ્જે કરી
યાસીન શેખની દુકાનમાંથી ડ્રગ્સ ઝડપાયો
સુરતની ભેસ્તાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠલ ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જે.એમ. પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.પો.કો. રોહિત અને ગુંજનકુમારને મળેલી બાતમીના આધારે ઉન ખાતે આવેલી આલીફ નગર માં દરોડા પાડી ત્યાંથી એમડી ડ્રગ્સનો વેચાણ કરતા યાસીન શેખ સલમાનને તેની ટેલરની દુકાનમાંથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો તથા મોબાઈલ અને રોકડ મળી 3 લાખથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
