સુરતમાં ઉમરાની શાળામાં મારામારીની ઘટના
વિદ્યાર્થીએ સહપાઠીને લોખંડના સળિયાથી માર્યો!
વિદ્યાર્થીને સહપાઠીએ લોખંડના સળિયાથી માર્યો
લોખંડના સળિયાથી મારતા વિદ્યાર્થીને ગંભીર ઈજા
સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કુલ જેવી ઘટના બનતા રહી ગઈ છે. સુરતની ઉમરીગર શાળામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર સળીયા વડે હુમલો કરતા વાલીઓએ વિરોધ કર્યો હતો.
સુરતમાં અમદાવાદ જેવી ઘટના બનતા રહી ગઈ છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ ઉમરીગર શાળા ખાતે ઉપ જી.એસ. દ્વારા વિદ્યાર્થીને શાળા બહાર માર મારવામાં આવ્યો હતો. અમદાવાદની સેવન્થ ડે સ્કુલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એકની ચપ્પુ મારી હત્યા કરાયાની ઘટના હજુ તાજી છે ત્યાં સુરતની શાળામાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી સાથે થયેલી માથાકુટ બાદ સળીયા વડે હુમલો કર્યો હતો જેને લઈ વાલીઓ રોષે ભરાયા હતા અને શાળાએ પહોંચી ઉપ જી.એસ. સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
