સુરતમાં 37 વર્ષીય મહિલા ભાન ભૂલી
‘ઝંડા ઊંચા રહે હમારા’ કહી રાષ્ટ્રધ્વજ સળગાવ્યો
વીડિયો બનાવનારે સમજાવી છતાં પણ ન માની
વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી
સુરતની અમરોલી પોલીસે જાહેરમાં દેશની આન બાન શાન એવા તિરંગાને સળગાવનાર મહિલાની ધરપકડ કરી છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. 37 વર્ષીય મહિલા ભાન ભૂલી રાષ્ટ્રધ્વજને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક જ મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી. તો આ વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મહિલાને જાણ હતી અને વીડિયો બનાવનારે તેને આવું ન કરવા પણ સમજાવી હતી. જોકે મહિલા સમજી ન હતી.
