એલસીબી ઝોન-6 અને ભેસ્તાન પોલીસે ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાનો જથ્થો ઝડપાયો
ભેસ્તાન વિસ્તારમાં એલસીબી ઝોન-6ની કામગીરી, ગાંજાની સાથે એક ઝડપાયો
સુરતની એલસીબી ઝોન છ અને ભેસ્તાન પોલીસની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર જે ડીવીજનની સુચનાથી ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતી અને પીએસઆઈ જે.એમ. સોલંકીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.એસ.આઈ. જે.એમ. પટેલ અને એએસઆઈ સુરેન્દ્રકુમાર તથા એલસીબી ઝોન 6માં અ.હે.કો. ભગવાનભાઈને મળેલી બાતીના આધારે સંયુક્ત ઉન રેશમા નગર ખાતેથી 2 હજારથી વધુની કિંમતના ગાંજાના જથ્થા અને મોબાઈલ સાથે અરબાજ ઉર્ફે અરવાજ અબ્દુલ સિદ્દીકીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
