સુરતના રીંગરોડ પર શોર્ટ સર્કિટથી આગ,
નિર્મલ હોસ્પિટલ નજીક એપાર્ટમેન્ટમાં લાગી આગ,
આગમાં કોઈ જાનહાની નહીં
સુરતમાં આગની ઘટનાઓ યથાવત હોય તેમ રીંગરોડ પર એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતુ. જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતમાં ફરી આગની ઘટના બની હતી. સુરતના રીંગરોડ પર આવેલ નિર્મલ હોસ્પિટલની બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું. ફાયર વિભાગ દ્વારા જણાવાયુ હતું કે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમન છે. જોકે દુકાન બંધ હોવાના કારણે ફાયર વિભાગે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં તકલીફ પણ પડી હતી. જોકે ત્યારબાદ પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી. આગમાં દુકાનમાં રહેલ તમામ સામાન મળીને ખાખ થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિના ન થતા હાશકારો અનુભવાયો હતો.
