ઉધના રોડ પર મસમોટો ભુવો, વાહનચાલકો પરેશાન
સચીન સર્કલ પાસે રસ્તા પર ભુવો,
વોર્ડ 30માં મેઈન રોડ પર ભુવો પડતાં મુશ્કેલી
સુરતના વોર્ડ નંબર 30માં સચીન મુખ્ય માર્ગ પર રસ્તા પર મસમોટુ ભુવો પડી જતા વાહન ચાલકો પરેશાન થયા હતાં.
સુરતમાં ચોમાસા બાદ પણ ભુવા પડવાનુ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર 30 સુરત નવસારી મેઈન રોડ પર સચીન સર્કલ પાસે રસ્તા પર જ મસમોટો ભુવો પડી ગયો હતો જેને લઈ વાહન ચાલકોને હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો. તો અકસ્માત નિવારવા ભુવાની ફરતે બેરીકેટીંગ કરાયુ હતું. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે મુખ્ય માર્ગ પર પડેલો આ ભુવો ક્યારે રિપેર કરાશે.
