સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં ભીષણ આગ
સેન્ટ્રલ મશીનમાંથી આગ લાગતાં ભારે દોડધામ મચી
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રથમ માળને પણ ઝપેટમાં લીધો

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. સેન્ટ્રલ મશીનમાંથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રથમ માળને પણ ઝપેટમાં લીધો હતો.

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્રિયાંશી ડાયિંગ મિલમાં ભીષણ આગની ઘટના બની હતી. મિલના સેન્ટ્રલ મશીનમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ઝડપથી પ્રસરી કે મિલનો પ્રથમ માળ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. આગ લાગતા મિલમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કર્મચારીઓ સમયસર મિલની બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *