સુરતના ઉધના-નવસારી રોડ પર ટેમ્પો પલટ્યો, અકસ્માત સર્જાયો
દક્ષેશ્વર મંદિર નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત
અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા
સુરતના ઉધના-નવસારી રોડ પર દક્ષેશ્વર મંદિર નજીક ટેમ્પો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
સુરતના ઉધના-નવસારી રોડ પર દક્ષેશ્વર મંદિર પાસે ટેમ્પો પલટી જવાની ઘટના બની હતી. અચાનક બનેલા અકસ્માતને પગલે ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર પહોંચી બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
