રાજસ્થાનના અજમેરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિયાન શરૂ કર્યું
9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઈકલ કેન્સરને અટકાવવા અભિયાન
હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચ.પી.વી. વેક્સિનેશન અભિયાન
રાજસ્થાનના અજમેરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઈકલ કેન્સરને અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચ.પી.વી. વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી છે તો સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે પણ વર્ચ્યુઅલ શુભારંભ કરાવાયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના અજમેરથી 9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે એચ.પી.વી. વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. તો સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરાયેલ આ અભિયાનનુ શુભારંભ કરાયુ હતું.
