સુરતમાં એનડીપીએસના ગુનામાં વચગાળાના જામીન
પાંચ મહિનાથી ફરાર થયેલા કાચા કામના આરોપીને ઝડપ્યો
આરોપી અલ્લારખા બરફવાલાને ઝડપી પાડ્યો
સુરતમાં એનડીપીએસના ગુનામાં વચગાળાના જામીન મેળવી પાંચ મહિનાથી ફરાર થયેલા કાચા કામના આરોપી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને પેરોલ, વચગાળા તથા ફર્લો જામીન પર ફરાર થેયલા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એનડીપીએસના ગુનામાં ઝડપાયા બાદ વચગાળાના જામીન મેળવી પાંચ મહિનાથી ફરાર થયેલા આરોપી અલ્લારખા બરફવાલાને ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
