સરથાણા પોલીસ સ્ટેશનનો પીએસઆઇ લાંચ લેતા ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સરથાણા પોલીસ સ્ટેશનનો પીએસઆઇ લાંચ લેતા ઝડપાયો
આરોપીઓને માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા
40 હજારની માગ કરી, એસીબીએ રંગે હાથ પકડ્યો

સુરતમાં ફરી એક લાંચીયો પોલીસ કર્મચારી પકડાયો છે. સરથાણા પોલીસ મથકનો પીએસઆઈ 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં ફરી એક લાંચીયો પોલીસ કર્મચારી પકડાયો છે. સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.જી. લીંબોલાને એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓને ન મારવા તથા ઝડપી જામીન પર છોડવા માટે લાંચની માંગણી કરાઈ હોય જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એસીબીએ ગોઠવેલા છટકામાં પોલીસ મથકમાં જ પી.એસ.આઈ. એમ.જી. લીંબોલા 40 હજારની લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા જેને લઈ અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *