સુરતમાં રાજસ્થાન અને અગ્રવાલ સમાજમાં ભારે રોષ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રાજસ્થાન અને અગ્રવાલ સમાજમાં ભારે રોષ
અગ્રવાલ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
સમાજના સભ્યોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ કર્યો
હત્યાની આ ઘટના અમાનવીય છે : પરિવારના સભ્યો

લિંબાયત વિસ્તારમાં રાજસ્થાની સમાજના યુવાનની કરાયેલી ઘાત્કી હત્યાના વિરોધમાં રાજસ્થાન અને અગ્રવાલ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી હત્યારાઓને મૃત્યુદંડની સજાની માંગ કરાઈ હતી.

સુરત શહેરમાં તાજેતરમાં બનેલી હત્યાની ઘટના અંગે રાજસ્થાન અને અગ્રવાલ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના સેંકડો લોકોએ એકઠા થઈને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આરોપીઓને તાત્કાલિક મૃત્યુદંડની સજા આપવાની માંગ કરી હતી. તો પરિવારના સભ્યોએ જણાવ્યું હતુ કે હત્યાની આ ઘટના અમાનવીય છે. આરોપીઓએ છરીથી અનેક વાર ઘા કરીને નિર્દયતાથી હત્યા કરી હતી, જેની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમાજના લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સમાજમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ પેદા કરે છે. જો આવા ગુનેગારોને સમયસર કડક સજા આપવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવી ઘટના કરતા પહેલા સો વાર વિચારશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, સમાજના સભ્યોએ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજ્યના ગૃહમંત્રીને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા અને ન્યાયની પ્રક્રિયા ઝડપી બનાવવા અપીલ કરી હતી, જેથી પીડિત પરિવારને જલ્દી ન્યાય મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *