ભાવનગરમાં ભાજપનું સંકલ્પ પત્ર જાહેર.

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ભાજપનું સંકલ્પ પત્ર જાહેર.
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિ

ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં ભાવનગર ભાજપનું સંકલ્પ પત્ર જાહેર.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં આજે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન તથા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંકલ્પ પત્ર રજૂ કરાયું હતું. લોકોનો ભાજપ પરનો ભરોસો જેમાં ભાવનગરનો વિકાસ અટકશે નહિ રાજ્યસરકાર કટિબદ્ધ છે. નાગરિકોને વધુ સુવિધાઓ મળે તે માટેના ભવિષ્યના આયોજન સાથે આ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આ સંકલ્પ પત્રમાં કુલ 37 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે ગત કાર્યકાળ દરમિયાન આપેલા વચનો પૂર્ણ કર્યા હોવાનો દાવો કર્યો હતો. ભાજપ દ્વારા સંકલ્પ પત્રને “ભરોસા પત્ર” તરીકે રજૂ કરવામાં આવ્યું હતુ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *