ભાવનગર કલેક્ટર કચેરીએ કોંગ્રેસના ધરણા
લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન.
2 દિવસ પહેલા શહેર પ્રમુખની ધરપકડ મામલે વિરોધ.
ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચારનો સમય છે. ત્યારે કોંગ્રેસ ભાવનગર કલેકટર કચેરી બહાર લોકશાહી બચાવો અંતર્ગત ધરણા ઉપર બેસી ગયું હતું. આકરી ગરમી વચ્ચે પણ તડકામાં બેસીને કોંગ્રેસે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બનેલી ઘટનાઓ બાદ ગંભીર આક્ષેપો ભાજપ ઉપર કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તેવા સમયે ભાવનગર મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા કરવામાં આવ્યા હતા. ગરમી વચ્ચે પરસેવો રેબઝેબ થઈને કોંગ્રેસ દ્વારા ધરણા કરીને ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકશાહી બચાવ સૌની ફરજ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે. ત્યારે ભાજપ સરકારના ઈશારે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, ફોર્મ પરત ખેંચાવા લોભ લાલચ આપી આવા તમામ કાવતરા સરકારી અધિકારી કરી રહ્યા છે. આવા તમામ અધિકારી સામે પગલાં લેવા ચૂંટણી પંચને રજૂઆત છતા પગલાં લેવામાં આવતા નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકશાહીના મૂલ્યોને બચાવવા સર્વે આગળ આવવું જોઈએ. લોકશાહીના મૂલ્યને બચાવવા દરેક નાગરિકનો અધિકાર છે. આ તમામ અધિકારનો ઉલંઘન કરી રહ્યા છે તેને હેલ્ધી સ્પર્ધા કરવી જોઈએ પણ અત્યારે ચૂંટણી કોણ લડી રહ્યું છે તો કે પોલીસ, અધિકારીને કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે કહ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કોણ કરી રહ્યું છે પ્રશાસન અને પોલીસ અધિકારી. એવા અધિકારી સામે પગલાં ભરવા લોકશાહી બચાવો ધરણા કરવા અમે બેઠા છીએ. અત્યારે લોકશાહી બચાવો આંદોલન ચાલે છે.
દુર્ભાગ્યપૂર્ણ રીતે ગુજરાતમાં 20 વર્ષથી લોકશાહી અને 12 થી 15 વર્ષથી રાષ્ટ્રીય સ્તરે લોકશાહી પર ઘા થાય છે. લોકશાહીને તોડી નાખવામાં આવે છે. સંગઠિત એટલું જ છે, આખા દેશ અધિકાર ભોગવવા માંગે છે લોકશાહી બચાવવા કોંગ્રેસ જ અને ઇન્ડિયા ગઠબંધન જ કોશિશ કરી રહી છે. આ જવાબદારી તમામ નાગરિકોની છે. ચૂંટણી પંચની સૌથી પહેલી જવાબદારી છે પણ આપણે બધું જોઈએ છીએ. આ બધાની વચ્ચે લોકશાહી બચાવી હશે તો સક્ષમ અદાલતોએ સુઓમોટો પણ આગળ આવી લોકોના અધિકારનું રક્ષણ કરવું પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
