સુરત :સીઆરપીએફ જવાન આર્થિક તંગી નિવારવા નશાનો કારોબાર કરતો
ભાઈના કેન્સરની સારવારમાં 15 લાખનું દેવું ને ઘરના ઇએમઆઇ ભરવા ખોટા ધંધે ચડ્યો
ગાંજાની ખેપ મારવા પોતાનું આઇકાર્ડ વાપરતો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે વરાછા પોલીસે 22 કિલો ગાંજાના જથ્થા સાથે સીઆરપીએફના જવાનને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ઘણા સમયથી કેટલાક સમાજના દુશ્મનો નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે ત્યારે સુરત પોલીસ પણ તેઓ સામે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. તો સુરતની વરાછા પોલીસે વરાછા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો લઈ પસાર થઈ રહેલા સીઆરપીએફ જવાનને ઝડપી પાડ્યો હતો. મુળ ઓડિશાનો અને સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા સીમાંચલ નાહકને વરાછા પોલીસે ઝઢપી પાડ્યો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેના થેલામાંથી 22 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તો આરોપી ઓડિશાથી ગાંજો લાવ્યો હોવાનું પ્રાથમિક પુછપરછમાં જણાવ્યુ હતું હાલ તો ગાંજો કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.