ઉધના હત્યાના પ્રયાસ-રાયોટિંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો,
લુમ્સના કારખાનામાં છેલ્લા પાંચેક મહિનાથી નોકરી કરી રહ્યો હતો
ઉધના પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ અને રાયોટીંગના ગુનામાં છેલ્લા 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ, મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનના માર્ગદર્શન હેઠળ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. જે.એસ. ઝાંબરેની સુચનાથી ઉધના પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સાગર, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ અને ભાવેશ એ બાતમીના આધારે 1998 થી એટલે કે આશરે 28 વર્ષથી હત્યાનો પ્રયાસ અને રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ ઓરિસ્સાનો અને હાલ લિંબાયતમાં રહેા સોમનાથ ઉર્ફે સુમન ગુરૂચરણ નાયકને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.