પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ.
ઝાડી-ઝાંખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું.
પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી.
સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરામાં ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી નરાધમ ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો અને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતમાં વારંવાર બળાત્કારના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની બાળા પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બની છે. પાંડેસરા કૈલાશ નગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા નીકળી હતી ત્યારે પાડોશમાં રહેતો નરાધમ ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો હતો અને તેણીને બાઈક પર બેસાડી નરાધમ પાડોશી હિમાંશુ યાદવ ઝાડી ઝાંખરીમાં લઈ ગયો હતો જ્યાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નરાધમ હિમાંશુ તેણીને કૈલાશ ચોકડી પાસે મુકી જતો રહ્યો હતો. તો વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર તેણીના લોહીથી લથપથ કપડા જોઈ ચોંકી ઉઠ્યા હતાં. અને પુછપરછ કરતા નરાધમ પાડોશી હિમાંશુની કરતુત પરિવારને જણાવી હતી જેથી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ નરાધમ હિમાંશુ યાદવ વિરૂદ્ધ ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી નરાધમ હિમાંશુ યાદવને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.