માંડવીમાં ગૌ સંરક્ષણ માટે આવેદનપત્ર સુપરત કરાયું

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં ગૌ સંરક્ષણ માટે આવેદનપત્ર સુપરત કરાયું
સમસ્ત હિંદુ સમાજે રેલી યોજીને મામલતદારને કરી રજૂઆત

માંડવીમાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા ગૌ સંરક્ષણ મુદ્દે માંડવી મામલતદારને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ

આજરોજ 7 મે 2026 ના દિવસે આખા ગુજરાતમાં ગો સન્માન આવહાન અભિયાન નિમિત્તે નંદી મહારાજના અધ્યક્ષ સ્થાને મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માંડવીના સર્વ હિન્દુ પ્રેમી સનાતન પ્રેમી ભાઈ બહેનો ભેગા મળીને માંડવી બસ સ્ટેન્ડ સૂપડી ચાર રસ્તાથી રેલી સ્વરૂપે નીકળીને મુખ્ય બજાર થઈ સોની ફળિયા થઈને મામલતદાર ઓફિસે પહોંચી . રાજ્યપાલશ્રી ,મુખ્યમંત્રી શ્રી, રાષ્ટ્રપતિ મહોદયા અને પ્રધાનમંત્રી જી,આ ચાર લોકોના નામે આવેદન પત્ર મામલતદાર ને આપવામાં આવ્યું એમાં 11000 હસ્તાક્ષર સાથે સમિટ કરીને આપવામાં આવ્યો છે આ અભિયાનમાં માંડવી તાલુકા અને માંડવી નગરના તમામ ભાઈ બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમ ગૌ માતાને રાષ્ટ્રમાતા નો સન્માન મળે અને જે ગોચર જમીન છે એ જમીન ગાય માટે ઉપયોગ થાય અને આખા ભારત વર્ષમાં આશરે 80,000 ગાયમાતાઓ ની કતલખાના માં હત્યાઓ થાય છે જે બંધ થાય બંધ એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ અભિયાન આજે આખા ગુજરાતમાં દરેક તાલુકામાં તાલુકા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદન આપવા પછી ત્રણ મહિના સુધી સરકાર દ્વારા કઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આ આંગળ 27 જુલાઈના દિવસે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે એના ત્રણ મહિના પછી પણ કઈ કાર્યવાહીનહિ થાય તો ત્રણ મહિના પછી ગાંધીનગર પર આવેદનપત્ર આપવામાં આવશે મુખ્યમંત્રીશ્રીને એના પછી આપવામાં આવે તો ત્રણ મહિના પછી 27 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી દિલ્હી રૂબરૂ અને એના પછી પણ આ છ મહિના સુધી આંદોલન કરવામાં આવશે એને સાધુ સંતોએ આમરણ અનશન કરશે ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહિ મળે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *