સુરતમાં કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ
દારૂના અડ્ડા ઉપર જનતા રેડ થતા પોલીસ દોડતી થઈ ગઈ
જનતા રેડને લઈ દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ
સુરતમાં કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી. જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો કોંગ્રેસની જનતા રેડને લઈ દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
સૂરત કોંગ્રેસ દ્વારા હવે રાંદેર પોલીસ મથકની હદમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી. સોમવારે મોડી સાંજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રાંદેર પોલીસ મથકની હદમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી. જેમાં મોટી સંખ્યા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો જનતા રેડને લઈ દારૂડિયામાં નાસબાગ મચી ગઈ હતી. તો સ્થળ પરથી મળેલા બુટલેગરને કોંગ્રેસીઓએ ખખડાવી નાંખ્યો હતો. જ્યારે બનાવની જાણ થતા જ રાંદેર પોલીસ પણ જાગી ગઈ હતી અને તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી. અને પોલીસે સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
