સુરતમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
સોહેલ ઉર્ફે બાટા ઈસરાર શેખની ધરપકડ
સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલા રૂષી નગર સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ નાઓએ દ્વારા અપાયેલી સુચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડના પોલીસ ઈન્સ્પેક્ટરએ ટીમના પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના મદદથી ચોક્કસ બાતમીના આધારે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ રૂષીનગર સોસાયટીના ઘર નંબર 426માં ગત 24 મેના રોજ ઘફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ઘરફોડ ચોર મુળ યુપીના ફૈજાબાદનો અને હાલ લાજપોર ગામ ખાતે રહેતા આરોપી સોહેલ ઉર્ફે બાટા ઈસરાર શેખને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.