ગણદેવીમાં રમતાં રમતાં બાળક કાર નીચે આવી ગયું,
બાળકના ચમત્કારિક બચાવના સીસીટીવી જુઓ
હેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે
કહેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે, આવું જ કંઇક જોવા મળ્યું નવસારી જિલ્લાના ગણદેવીમાં જ્યાં કાર નીચે આવી ગયેલા 3 વર્ષના બાળકનો આશ્ચર્યજનક બચાવ થયો છે.બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે અચાનક સામેથી આવતી ફોર્ચ્યુનર કાર નીચે આવી ગયો હતો. ઘટના દરમિયાન પરિવારના સભ્યો અને વાહન ચાલકની સતર્કતા અને ત્વરિત પ્રતિક્રિયાને કારણે બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
સમગ્ર ઘટના બાળકના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે બાળક રમતા-રમતા અચાનક કારની નીચે આવી ગયો હતો અને કેવી રીતે તાત્કાલિક કાર્યવાહીથી તેનો જીવ બચી ગયો. નવસારી જિલ્લાના ગણદેવીમાં જ્યાં કાર નીચે આવી ગયેલા 3 વર્ષના બાળકનો આશ્ચર્યજનક બચાવ થયો છે.બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે અચાનક સામેથી આવતી ફોર્ચ્યુનર કાર નીચે આવી ગયો હતો. ઘટના દરમિયાન પરિવારના સભ્યો અને વાહન ચાલકની સતર્કતા અને ત્વરિત પ્રતિક્રિયાને કારણે બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેથી રામ રાખે એને કોણ ચાખે કહેવત અહીં સાર્થક થઇ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી