ડાંગ સુબીરના નિશાણા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર

Featured Video Play Icon
Spread the love

ડાંગ સુબીરના નિશાણા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ
હર ઘર નળ અને નળ સે જલ યોજના માત્ર કાગળ પર

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસના અભાવે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સુબીર તાલુકાના નિશાણા ગામના ગ્રામજનોએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લીધો છે. ગામમાં પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનો મતદાનથી દૂર રહેવા મજબૂર બન્યા છે.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામમાં આજે પણ વિકાસના દાવાઓ હકીકતથી ઘણાં દૂર છે. ગામમાં પાયાની સુવિધાઓ જેમ કે પાકા રસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા વર્ષોથી અધૂરી છે. સરકારની ‘હર ઘર નળ’ અને ‘નળ સે જલ’ જેવી યોજનાઓ કાગળ પર જ સીમિત રહી છે. આદિવાસી અને પછાત વિસ્તારના લોકો અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, છતાંય કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.

ગામ લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોના આ નિર્ણય બાદ સ્થાનિક તંત્ર અને રાજકીય નેતાઓ શું પગલાં લે છે અને વિકાસના પ્રશ્નો ક્યારે ઉકેલાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *